7
અમરેલી પત્ર કાંડ: અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામના નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ભાજપના પૂર્વ પદાધિકારી અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ કથિત લેટર કાંડમાં પકડાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી એક પાટીદાર યુવતીનું પોલીસે સરઘસ કાઢતાં વિવાદ વકર્યો હતો. ત્યારથી આ વિવાદ વકર્યો છે. ગુજરાતના પાટીદારોએ આનો વિરોધ કર્યો હતો અને પાયલ માટે ન્યાયની માંગ કરી હતી. શુક્રવારે સેશન્સ કોર્ટે પણ 15 હજારના બોન્ડ પર પાયલને જામીન આપ્યા છે.