![]()
અમરેલી અકસ્માત: બુધવારે (17 ડિસેમ્બર) અમરેલી જિલ્લાના બગસરા પાસે અકસ્માત સર્જાયો હતો. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર રોડ પરથી નીચે ઉતરી જતાં આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ પણ વાંચો: ઔડાએ કોમનવેલ્થ તૈયારીઓના ભાગરૂપે પરામર્શ માટે સાણંદ સહિત ડ્રાફ્ટ ટીપી મોકલવાનું નક્કી કર્યું
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ અમરેલીના બગસરા પાસે બુધવારે (17 ડિસેમ્બર)ના રોજ કાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડી રહેલી ફોર વ્હીલ કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. તે પછી તે ઝાડ અને અન્ય વસ્તુઓ સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પરથી નીચે પટકાઈ હતી. આ કારમાં કુલ ચાર લોકો હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ નડિયાદ સંતરામ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને સાયબર ઠગ દ્વારા નિશાન બનાવાયા
ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી
અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. કારને ભારે નુકસાન થયું હોવાથી ફાયર વિભાગે કારમાં સવાર લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના કારણે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/25/nagardevi-bhadrakali-nagar-yatra-route-2026-02-25-17-46-17.jpg?w=100&fit=100,100&ssl=1)