અમદાવાદ: દાણીલીમડામાંથી 14 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો, ફ્લેટ ભાડે રાખીને છૂટક વેચાણ કરતો હતો | અમદાવાદ દાણીલીમડામાં ક્રાઈમ બ્રાન્ચે 14 લાખની કિંમતનું MD ડ્રગ્સ કબજે કર્યું અને એકની ધરપકડ

અમદાવાદમાં ડ્રગ્સનો પર્દાફાશ: સ્ટેટ મોનિટરિંગ સેલના એમડી ડ્રગ્સના કેસમાં ફરાર વોન્ટેડ આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડામાંથી 468 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો છે. માહિતીના આધારે પોલીસે 14 લાખથી વધુની કિંમતનો ડ્રગ્સ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

14 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો

મળતી માહિતી મુજબ, પકડાયેલ આરોપી નોમાન હબીબમીયા શેખ (ઉંમર 27, રહે. જુહાપુરા) લાંબા સમયથી એમડી ડ્રગ્સનો વેપાર કરતો હતો. આ માટે તેણે દાણીલીમડામાં બેરલ માર્કેટ પાસે અલ-ફલાહ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપી આ ડ્રગ્સ રાજસ્થાનના લાલખાન નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો. બે દિવસ પહેલા લાલખાને તેને 500 ગ્રામ એમડી ડ્રગ્સ આપ્યું હતું, જેમાંથી તે દાણીલીમડા અને તેની આસપાસમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હતો.

આરોપીઓની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નોમાન દાણીલીમડામાં ભાડાના મકાનમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો. આ માહિતીના આધારે 6 મેની રાત્રે પોલીસે દરોડો પાડી આરોપીની ધરપકડ કરી હતી.

આ દરોડા દરમિયાન પોલીસે આરોપી નોમાન પાસેથી કુલ 468.640 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત પોલીસને વજનકાંટો, ડ્રગ્સ રાખવા માટેની પ્લાસ્ટિકની પેટી, 6 અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન અને રોકડ મળી આવી હતી. આમ, પોલીસે કુલ રૂ.14,63,320નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ ‘તૂ બાયલા હૈ…’ કહીને કેદીએ મને લાત મારી: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે ઝઘડો, એક હાથ ફ્રેક્ચર

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આરોપી નોમાન શેખ રીઢો ગુનેગાર છે. તે પહેલાથી જ સ્ટેટ મોનિટરિંગ સેલના વર્ષ 2025ના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત આરોપીઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં મારામારી, લૂંટ અને ચોરીની 3 ગુનાની 6 ફરિયાદો અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત 3 ગુના નોંધાયા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]