![]()
અમદાવાદ ચાંગોદર સમાચાર : અમદાવાદના સરખેજ-બાવળા હાઇવે રોડ પર આવેલા ચાંગોદર બ્રિજ પરથી નીચે આવતા સર્વિસ રોડ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ક્રેન ચાલકની બેદરકારી અને બેદરકારીના કારણે એક રાહદારી ક્રેઈન સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકની ઓળખ બાવળા તાલુકાના સિયાલગામના 54 વર્ષીય વ્યક્તિ તરીકે થઈ છે.
આ કરુણ ઘટના આજે બપોરના સમયે બની હતી. ચાંગોદર બ્રિજ નીચે ઉતરતા સર્વિસ રોડ પર, Galaxy Tools & Hardware ની સામે, ક્રેન ચાલકે પોતાની ક્રેન પુરપાટ ઝડપે અને અનિયમિત રીતે હંકારી હતી. બેકાબુ ક્રેઈન પાછળથી રોડ પર ચાલી રહેલા પ્રેમજીભાઈ વાલાભાઈ રાઠોડ (ઉંમર 54, રહે. સિયાલગામ, તા. બાવળા)ને ટક્કર મારીને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે પ્રેમજીભાઈ રાઠોડને માથા અને બંને પગમાં ગંભીર અને જીવલેણ ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતકના સાળા અને ફરિયાદી નરેશભાઈ રણછોડભાઈ વાણીયા (રહે. સનાથલગામ)ને અકસ્માતની જાણ તેમના મોટા ભાભી હંસાબેન (પ્રેમજીભાઈના પત્ની) દ્વારા અને ત્યારબાદ ફોન પર અજાણ્યા નંબર દ્વારા કરવામાં આવી હતી. નરેશભાઈ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ચાંગોદર પોલીસના માણસો હાજર હતા. તેણે જોયું કે મૃતકનું માથું, આંખ, હાથ ફાટી ગયા હતા અને બંને પગ કપાયેલા અને ભાંગી પડ્યા હતા.
ફરિયાદીને આજુબાજુના લોકો પાસેથી જાણવા મળ્યું કે અકસ્માત ક્રેન ચાલકે કર્યો છે. પોલીસે મૃતક પ્રેમજીભાઈના મૃતદેહને ખાનગી વાહન મારફતે સીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો. સાણંદ ખાતે પોસ્ટ મોર્ટમ (પીએમ) માટે મોકલવામાં આવેલ. ફરિયાદી નરેશભાઈ વાણીયાએ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બેદરકારી દાખવનાર ક્રેન ચાલક સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.