અમદાવાદના ઓઢવમાં એક કંપની પાસે સળગતા કચરાના ઢગલામાંથી એક મૃતદેહ મળી આવ્યો, પોલીસ ઘટના સ્થળે. અમદાવાદ ઓઢવ ફાયર ટ્રેજેડી: પ્રતાપ ઠાકોરની સળગેલી લાશ કચરાના ઢગલામાં મળી

અમદાવાદના ઓઢવમાં એક કંપની પાસે સળગતા કચરાના ઢગલામાંથી એક મૃતદેહ મળી આવ્યો, પોલીસ ઘટના સ્થળે. અમદાવાદ ઓઢવ ફાયર ટ્રેજેડી: પ્રતાપ ઠાકોરની સળગેલી લાશ કચરાના ઢગલામાં મળી

અમદાવાદના ઓઢવમાં એક કંપની પાસે સળગતા કચરાના ઢગલામાંથી એક મૃતદેહ મળી આવ્યો, પોલીસ ઘટના સ્થળે. અમદાવાદ ઓઢવ ફાયર ટ્રેજેડી: પ્રતાપ ઠાકોરની સળગેલી લાશ કચરાના ઢગલામાં મળી

અમદાવાદ ફાયર સમાચાર : મોટાભાગે ઉદ્યોગોથી ધમધમતા અમદાવાદના પૂર્વ વિસ્તારના ઓઢવમાંથી એક ખૂબ જ ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. ઓઢવમાં એક કંપનીની નજીકના વિશાળ કચરાના ડમ્પમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, ખરો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી અને કાટમાળ હટાવતા અંદરથી એક યુવકનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને પગલે ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા, જે કલાકો બાદ કાબુમાં આવ્યા હતા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જય કેમિકલ કંપની પાસેના ખુલ્લા પ્લોટમાં કચરાના મોટા ઢગલામાં અચાનક આગ લાગી જતાં આસપાસના રહીશો અને ફેક્ટરીના કામદારોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામકોએ સતત પાણીની તોપો વડે આગને ફેલાતી અટકાવી હતી અને લાંબી જહેમત બાદ તેને કાબૂમાં લાવી હતી.

આગમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ બહાર આવી હતી

ફાયરની ટીમે કુલીંગ અને તપાસની કામગીરી હાથ ધરી હતી ત્યારે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગયા બાદ કચરાના અવશેષો વચ્ચે એક માનવ શરીરનો સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક ઓઢવ પોલીસને જાણ કરતાં પોલીસે લાશનો કબજો લીધો હતો. પ્રાથમિક તપાસ અને દસ્તાવેજોના આધારે મૃતક યુવકની ઓળખ પ્રતાપ ઠાકોર તરીકે થઈ છે.

મૃત્યુ પર લટકતું રહસ્ય

પ્રતાપ કચરાના ઢગલા પાસે શું કરતો હતો? આગ લાગી ત્યારે તે કેમ ભાગી ન શક્યો? કે પુરાવાનો નાશ કરવા માટે લાશને અહીં કચરામાં સળગાવી દેવામાં આવી છે? આ તમામ પ્રશ્નોએ પોલીસની ઉંઘ હરામ કરી નાખી છે.

સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછ શરૂ કરી

ઓઢવ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સત્ય બહાર લાવવા માટે પોલીસે આસપાસની કંપનીઓના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આ સાથે પ્રતાપ ઠાકોરના પરિવારજનો અને સ્થાનિક લોકોના નિવેદન નોંધ્યા બાદ આ કુદરતી અકસ્માત છે કે મોટું કાવતરું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]