અમદાવાદઃ NIMCJના વિદ્યાર્થીઓએ ફ્રેશર્સ પાર્ટીની મજા માણી

0
10
અમદાવાદઃ NIMCJના વિદ્યાર્થીઓએ ફ્રેશર્સ પાર્ટીની મજા માણી

  • મેક્સિકન ફૂડ અને આઈસ્ક્રીમની પણ મજા લીધી

અમદાવાદ : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ના વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં તેઓ મનોરંજક પ્રવૃત્તિઓ સાથે વ્યવહારુ જ્ઞાન મેળવે છે. જે અંતર્ગત હાલમાં સિનિયર વિદ્યાર્થીઓ હરદેવ ભાટિયા, વેણુ ત્રિવેદી, નિખિલ પંચમતિયા, રૂતુ સુવા અને અન્ય વિદ્યાર્થીઓએ કોલેજના નવા બેચલર અને માસ્ટર બેચને આવકારવા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કર્યું હતું.

અમદાવાદઃ NIMCJના વિદ્યાર્થીઓએ ફ્રેશર્સ પાર્ટીની મજા માણી

સોમવારે સાંજે કેફે સ્ટ્રીટ સર્કસ ખાતે રેટ્રો સ્ટાઇલ થીમ સાથે ‘દિલ સે ડિસ્કો’ ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીની શરૂઆત મજેદાર ગેમ્સથી થઈ અને પછી બધાએ દિલ ખોલીને ડાન્સ કરીને પાર્ટીની મજા માણી. ફિલ્મના વિવિધ ગીતો પર ડાન્સ કર્યા બાદ સૌએ મેક્સિકન ફૂડ અને આઈસ્ક્રીમ-કેકની પણ મજા માણી હતી.

આ ફ્રેશર પાર્ટીમાં મિસ્ટર ફ્રેશર તરીકે રાજ ઝંકારિયા અને મિસ ફ્રેશર તરીકે ખ્યાતિ યાદવને મિસ્ટર ફ્રેશર અને મિસ ફ્રેશર સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ આનંદદાયક કાર્યક્રમ સંસ્થાના ડાયરેક્ટર ડો.શિરીષ કાશીકર, ડેપ્યુટી ડાયરેક્ટર ઇલાબેન ગોહિલ, પ્રોફેસરો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ગરિમા ગુણાવત, સ્ટાફના જહેમતથી સફળ થયો હતો. મોનલ સોની, માનસી સરવૈયા.

The post અમદાવાદઃ NIMCJના વિદ્યાર્થીઓએ માણી ફ્રેશર્સ પાર્ટી appeared first on Revoi.in.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here