ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તેમની પડતર માંગણીઓ માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી છે. આ સાથે આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ ‘તાનાશાહી બંધ કરો’ના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.

દરમિયાન આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે, બાળક દીઠ 10 પૈસા શાકભાજી અને 60 પૈસા તુવેરની દાળ, બાળક દીઠ 3 રૂપિયા ફળ આપવામાં આવે છે, હવે આટલા ભાવે કુપોષણ કેવી રીતે દૂર કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન ન ચૂકવતા આંગણવાડી અને આશા વર્કરોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારવામાં આવતાં હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી છે.
આ પણ વાંચોઃ ભારતના બે ટાપુ સમુદ્રે ગળી ગયા! હવે ગુજરાતના આ દરિયાકાંઠાના શહેર પર ખતરો છે, સમય પણ ઘણો ઓછો છે
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ધરણા પર બેસી ગઈ છે. સરકાર સમક્ષ તેમની પડતર માંગણીઓ સ્વીકારવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસની માંગ કરવામાં આવી રહી છે.
