અંબાજી મંદિર હવે ભક્તો માટે ડિજિટલ થઈ ગયું છે

અંબાજી મંદિર હવે ભક્તો માટે ડિજિટલ થઈ ગયું છે

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવતા લાખો માઇ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલે ઔપચારિક રીતે આ એપ્લિકેશન લોન્ચ કરી હતી.

આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના દ્વારા હવે યાત્રિકો ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.

અંબાજી મંદિર હવે ભક્તો માટે ડિજિટલ થઈ ગયું છે
અંબાજી દર્શન હવે વધુ સુલભ. ફોટોગ્રાફઃ (સોશિયલ મીડિયા)

આ મોબાઈલ એપ્લિકેશન માયભક્ત દ્વારા વિનામૂલ્યે બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકોને દર્શનનો સમય, સામાન્ય દાન, સુવર્ણ શિખર દાન, કેન્ટીનનું દાન, પ્રસાદનું ઓનલાઈન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મળી શકશે. આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે નોંધણી અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલી ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે લગભગ 1 કરોડ 20 લાખ મોહંથલ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવે છે અને કરોડોનું દાન મળે છે, આ નવી ટેક્નોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર વહીવટમાં વધુ સુશાસન અને સુગમતા લાવશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]