9
સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારાનો ચોંકાવનારો આક્ષેપ
જોકે, ખોડલધામના પ્રવક્તાએ આ હુમલો નરેશ પટેલના ઈશારે થયો હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
રાજકોટ: રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર, પાટીદાર આગેવાન અને સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા (58)એ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે ગઈકાલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કહેવાથી પીઆઈ સંજય પાદરિયાએ તેમના પર હુમલો કર્યો હતો. જો કે ખોડલધામના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.