VIDEO: સુરતના ઉમરા-વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારના ગોડાઉન અને ટાયરની દુકાન બળીને ખાખ | સુરત ઉમરા વેલંજા રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ટાયરની દુકાન બળીને ખાખ

0
5

સુરત ફાયર સમાચાર: સુરત શહેરના ઉમરા-વેલંજા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે આજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં પેપર શેડના ગોડાઉન અને દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભંગારના ગોડાઉન અને ટાયરની દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

પ્લાસ્ટિક અને ટાયરના કારણે આગ વિકરાળ બની હતી

પ્રાપ્ત વિગતો મુજબ, શરૂઆતમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને લાકડા સહિતની જ્વલનશીલ સામગ્રી હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગ એટલી ભયંકર હતી કે તેણે આજુબાજુની અન્ય ત્રણ દુકાનોને પણ લપેટમાં લીધી હતી. આગથી આકાશમાં ગાઢ કાળો ધુમાડો નીકળવા લાગ્યો, જે સ્થળથી લગભગ ત્રણ કિલોમીટર દૂરથી પણ દેખાતો હતો.

ઝેરી ધુમાડા વચ્ચે ફાયર વિભાગનો બચાવ

ઘટનાની જાણ થતાં જ કોસાડ અને મોટા વરાછા ફાયર સ્ટેશનનો કાફલો સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની 3 ગાડીઓ દ્વારા વોટર એટેક કરવામાં આવ્યો હતો. જોકે, ટાયરની દુકાન પણ આગની લપેટમાં આવી જતાં ટાયર સળગતા ધુમાડા અત્યંત ઝેરી બન્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતાં ફાયર ફાયટરોએ માસ્ક પહેરીને આગ ઓલવવાની ફરજ પડી હતી.

એક કલાક બાદ આગ કાબુમાં આવી હતી

ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યા બાદ લગભગ 1 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ભંગારના ગોડાઉન અને ટાયરની દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગને કાબુમાં લીધા બાદ ફાયર વિભાગ દ્વારા કુલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here