VIDEO: ભાવનગરમાં ધસમસતા પાણીમાં બસ અને ટ્રક ફસાયા, 29 લોકોને બચાવાયા

ભાવનગર બસ દુર્ઘટના: ભાવનગરમાં કોળીયાકાને જોવા માટે તામિલનાડુથી આવતી બસ કેનાલમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. જો કે આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે તમામને બચાવી લીધા હતા. આ બસમાં કુલ 29 લોકો સવાર હોવાનું કહેવાય છે. ઘટના દરમિયાન કલેક્ટર સહિત પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી. દરમિયાન બસના મુસાફરોને બચાવવા મોકલવામાં આવેલ ટ્રક પણ ફસાઈ ગઈ હતી.

બસના તમામ ભક્તો તમિલનાડુના વતની છે

પોલીસ ઈન્સ્પેક્ટર ભાગ્યશ્રીબા ઝાલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં એક બસ નાળામાં ફસાઈ છે. દરમિયાન, વરસાદ વચ્ચે 27 મુસાફરો, એક ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત માલેશ્રી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ ગુરુવારે સાંજે, તામિલનાડુ રાજ્યથી કોલિયાક દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે કોલિયાક ગામના સત્ય પૂલ પાસેથી વહેતી નદીમાંથી પસાર થતી વખતે બસ ફસાઈ ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે તમામને બચાવી લીધા છે.

29 લોકોનો બચાવ

સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને થતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઘટના અંગે કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન, 29 મુસાફરો, એક ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે.

કલેકટરે શું કહ્યું?

ભાવનગર જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા, તેમણે કહ્યું, ‘લોકોને બસમાંથી ટ્રકમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ લોકો સુરક્ષિત છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરી ચાલી રહી છે. બસ ડ્રાઈવર બહારગામનો હોવાથી તેને રસ્તાનો ખ્યાલ નહોતો. સ્થાનિકોએ તેમને આગળ ન જવા ચેતવણી આપી હતી. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મુસાફરોને બચાવવા મોકલવામાં આવેલ ટ્રક પણ ફસાઈ ગઈ હતી

મુસાફરોથી ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પરિણામે તેને બચાવવા માટે 8 તરવૈયાઓને ટ્રકમાં મોકલવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન ટ્રક પણ ફસાઈ ગઈ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version