વડોદરા બાદ નવરાત્રિમાં વધુ એક હુમલો, Surat માં 3 નરાધમોએ સગીરા પર હુમલો કર્યો .

0
21
વડોદરા બાદ નવરાત્રિમાં વધુ એક  હુમલો, Surat માં 3 નરાધમોએ સગીરા પર હુમલો કર્યો .

Surat રાજ્યમાં હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. મહિલાઓ અને છોકરીઓ મોડે સુધી ઘરની બહાર રમવા માટે જાય છે.

વડોદરા બાદ નવરાત્રિમાં વધુ એક  હુમલો, Surat માં 3 નરાધમોએ સગીરા પર હુમલો કર્યો .

માગરોલમાં ગેંગ રેપ: Surat રાજ્યમાં હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. મહિલાઓ અને છોકરીઓ મોડે સુધી ઘરની બહાર રમવા માટે જાય છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ મોડે સુધી ગરબે રમવાની પરવાનગી આપી છે.

ત્યારે છેલ્લા 15 દિવસમાં બળાત્કારની 8થી વધુ ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલીની યુવતી પર થયેલા સામૂહિક બળાત્કારનો આક્રોશ શમ્યો નથી ત્યાં રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાં સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના માંગરોલના મોટા બોરસરા ગામમાં સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં સગીરા તેના મિત્રને મળવા ગઈ હતી તે દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારીને ત્યાંથી ભગાડી ગયા હતા.

ત્યારપછી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સગીરાને નિર્જન જગ્યાએ લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટનાની તપાસ માટે પોલીસ ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી સ્કેન કરવાનું શરૂ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here