Uttarakhand ના રૂદ્રપ્રયાગ જિલ્લામાં 23 મુસાફરોને લઈ જતું એક વાહન ખીણમાં પડ્યું. આ ઘટના ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર અલકનંદા નદી પાસે બની હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, Uttarakhand ના રુદ્રપ્રયાગ જિલ્લામાં શનિવારે એક ટેમ્પો ટ્રાવેલર, જેમાં 23 મુસાફરો સવાર હતા, ઊંડી ખીણમાં પડી જતાં આઠ લોકોના મોતની આશંકા છે. સાત જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ALSO READ : શિક્ષણ મંત્રીએ કહ્યું NEET રિટેસ્ટ નહીં; IIT ખડગપુરના વિદ્યાર્થીના મોતમાં નવો વળાંક
ઘાયલોને નજીકના મેડિકલ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર અલકનંદા નદી પાસે બની હતી.
जनपद रुद्रप्रयाग में टेम्पो ट्रैवलर के दुर्घटनाग्रस्त होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ। स्थानीय प्रशासन व SDRF की टीमें राहत एवं बचाव कार्यों में जुटी हुई है। घायलों को नज़दीकी चिकित्सा केंद्र पर उपचार हेतु भेज दिया गया है। ज़िलाधिकारी को घटना की जाँच के आदेश दे दिए…
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2024
દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
“હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોની આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર દર્દ સહન કરવાની શક્તિ આપે. હું બાબા કેદારને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું,” તેમણે તેમના સત્તાવાર હેન્ડલ પર લખ્યું.
સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. મુસાફરો દિલ્હી/ગાઝિયાબાદથી ચોપટા તુંગનાટ જઈ રહ્યા હતા.