Surat Lok Sabha : ચૂંટણી તંત્ર સામે 40 દિવસમાં સુપ્રીમ અથવા હાઇકોર્ટમાં ઈલેકશન પીટીશન દાખલ કરવાની હોય છે : શક્તિસિંહ ગોહિલ

0
50
Surat Lok Sabha

Surat Lok Sabha ઇલેક્શન પિટિશન માટે આવશ્યક ડોક્યુમેન્ટસ એકત્ર કરવાનું કામ ચાલુ છે.

Surat Lok Sabha

Surat Lok Sabha માટે ઇલેક્શન પીટીસન સુપ્રીમ અથવા હાઇકોર્ટમાં દાખલ કરવા માટેનો સમય 40 દિવસનો હોય છે અને આ 40 દિવસની અંદર સુરત લોકસભા માટે ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવશે એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલે જણાવ્યું હતું.

ALSO READ : Gujarat board ની માર્ચ ૨૦૨૪ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના છપ્પરફાડ પરીણામો 

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહભાઈ ગોહિલ સાથે પ્રતાપ દર્પણ સાંધ્ય દૈનિક ના સંવાદદાતા એ આજે સવારે 10 ને 46 મિનિટે કરેલી ટેલીફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે,

Surat Lok Sabha ના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ કરાયા બાદ તેમાં ન્યાયિક કાર્યવાહી શું થઈ શકે તે માટે લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલર અભિષેક મનુ સંઘવી સાથે સુરત કોંગ્રેસ લીગલ સેલના એડવોકેટ ઝમીર શેખ, અજય ગોંડલીયા અને બળવંત સુરતી તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ બાબુભાઈ માંગુકિયા અને મલખાન સાહેબ વિગેરે ઓ એ ચર્ચા કરી હતી.

આ ચર્ચા બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સુરત લોકસભા માટે ચૂંટણી તંત્ર સામે સુપ્રીમ અથવા હાઇકોર્ટમાં એક ઇલેક્શન દાખલ કરવી. અને તે પ્રમાણેના આવશ્યક ડોક્યુમેન્ટ એકત્ર કરવા.

ઇલેક્શન પીટીસન 40 દિવસની અંદર હાઇકોર્ટ અથવા સુપ્રીમમાં દાખલ કરવાની હોય છે અને તે મુજબ નિયત સમયમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવશે એવું શક્તિસિંહભાઈ ગોહિલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here