Tuesday, July 2, 2024
29 C
Surat
29 C
Surat
Tuesday, July 2, 2024

Surat સહીત દક્ષીણ ગુજરાતમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ !!

Must read

Surat જિલ્લામાં વીજળી ના કડાકા ભડાકા સાથે પવનની આધી ફૂંકાઈ હતી , અને વરસાદનું આગમન થયું હતું જે પૈકી સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં સાત એમએમ વરસાદ પડ્યો .

Surat

ગઈકાલે મોદી સાંજે Surat માં અનેક વિસ્તારોમાં આંધી ફૂંકાવા સાથે કમોસમી વરસાદ પડતા ઉનાળાના તૈયાર ખેતી પાક ને ભારે નુકશાન થયું હતું .

ઓલપાડ તાલુકાના નાધોઈ ગમે ખુલ્લા ખેતર માં રાખવામાં આવેલા ડાંગર નો પાક કમોસમી વરસાદ માં પલળી જતા અનેક ખેડૂતો નેભારે આર્થિક નુકસાન થયું હતું .

ALSO READ : Gujarat High court રાજ્યભરમાં 222 ન્યાયાધીશોની બદલી કરી .

માંગરોળ તાલુકામાં પાંચ એમએમ તેમજ ઉમરપાડા તાલુકામાં એક ઇંચ જેટલો એટલે કે 23 mm વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં સામાન્ય હળવાં ઝાપટાંથી લોકો બદલાયેલા વાતાવરણથી પરેશાન થઈ ગયા હતા.

આ ઉપરાંત ગણવામાં આવે તો તાપી જિલ્લામાં રાત્રિના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો , અને ઉચ્છલ તાલુકામાં અડધો ઇંચ થી વધુ એટલે કે 14 એમએમ તેમજ ડાંગમાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે , જે પૈકી વઘઈ તાલુકામાં 9 એમએમ વરસાદ ખાબક્યો હતો.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે આંધી અને તે જ પવન ફૂંકાતા અનેક સ્થળોએ કાચા પાકા મકાનના છાપરા ઉડયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article