7
જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર હુમલો: જૂનાગઢ પીઆઈ સંદિપ પાદરીયાએ રોકીને પાટીદાર સમાજના આગેવાન અને સરદારધામના ઉપપ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાત પોલીસનું માથું શરમથી ઝુકી ગયું છે. જો કે મામલો વધુ ગરમાતા પીઆઈ સંદીપ પાદરીયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, તેઓની ધરપકડ કરવાની બાકી છે.
પીઆઈ પાદરીયા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ