ઉત્તર પ્રદેશની નંબર પ્લેટવાળી બસમાં 40 ભારતીયો સવાર હતા. તે પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.
Nepal ના તનાહુન જિલ્લામાં એક ભારતીય મુસાફરોની બસ શુક્રવારે મર્સ્યાંગડી નદીમાં ખાબકી હતી, જેમાં 14 લોકોના મોત થયા હતા અને 16 ઘાયલ થયા હતા. બસ, 40 ભારતીયોને લઈને પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.
તનહુન જિલ્લાના ડીએસપી દીપકુમાર રાયાએ જણાવ્યું હતું કે, યુપી (ઉત્તર પ્રદેશ) એફટી 7623 નંબર પ્લેટ ધરાવતી બસ નદીમાં પડી ગઈ હતી.
ભારતીય મુસાફરો પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયા હતા. બસ શુક્રવારે સવારે પોખરાથી કાઠમંડુ જવા રવાના થઈ હતી.