સુરત શહેર તથા જિલ્લા ના ૨૯.૭૯ લાખ જેટલા મતદારો મતદાન કરી શકશે .સુરત બેઠક બિન હરિફ જાહેર થઇ હોવાથી ૧૯ લાખ મતદારો માટે અધિકાર થી વંચિત રહેશે . Bardoli તથા Navsari લોકસભા બેઠક પર કાલે મતદાન .
આવતી કાલે Navsari , Bardoli લોકસભા તથા ચૂંટણી માટે યોજનારા મતદાન અંગે ચૂંટણી પંચ દ્વારા Surat શહેર જિલ્લા માં વિવિધ સ્થળે ઉભા કરાયેલા રિસિવિંગ તથા ડીસ્પેચીંગ સેન્ટર માંથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ઈ.વી.એમ સહિતની વિવિધ ચૂંટણી લક્ષી સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું .આ તસવીરો ડુંભાલ એમ પી લીલીયાવાદા સ્કૂલ રીસીવિંગ તથા ડીસ્પેન્સીન્ગ સેન્ટર ની છે .
ALSO READ : Gujaratમાં ચૂંટણીમાં માત્ર ૨ દિવસ બાકી સાથે પ્રચાર નો અંત .
લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે આવતી કાલે મતદાન યોજાયું છે , આ ઘટના ક્રમ ઇતિહાસ માં સૌ પ્રથમ વખત સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઇ હોય મતદાન યોજાયું નથી તેથી સુરત શહેર ના ૧૯ લાખ જેટલા મતદારો લોકસભા ચૂંટણી માં પોતાના મતનો ઉપયોગ કરી શકશે નહીં .
જયારે સુરત શહેર જિલ્લા ની કુલ ૯ વિધાન સભા ના મતદારોનો સમાવેશ બારડોલી તથા નવસારી લોકસભા બેઠક માં થતો હોય તેથી સુરત શહેર જિલ્લાના કુલ ૨૯.૭૯ લાખ જેટલા મતદારો મતદાન કરી શકશે . મતદાન અંગે ચૂંટણી પાંચ દ્વારા તમામ તૈયારી ઓ સંપન્ન કરી દેવામાં આવી છે અને આવશ્યક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે .