![]()
PM મોદી સ્વાભિમાન પર્વ માટે સોમનાથ ગયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સોમનાથની મુલાકાતે છે. આજે (11 જાન્યુઆરી) પ્રવાસના બીજા દિવસે, PM મોદી સોમનાથમાં વિશેષ પૂજા કર્યા પછી ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજશે અને ત્યારબાદ રાજકોટ અને ગાંધીનગરમાં કાર્યક્રમોમાં હાજરી આપશે.
સોમનાથ મહાદેવ પૂજા લાઈવ જુઓ:
શૌર્યયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હતા
પીએમ મોદી ગુજરાત લાઈવ અપડેટ્સ
સોમનાથ મહાદેવ ના દર્શન કરો…
સોમનાથ દાદાની નગરીમાં ભક્તોમાં ભારે ઉત્સાહ
આજે વહેલી સવારથી જ શૌર્યયાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટૂંક સમયમાં તેમાં ભાગ લેવા પહોંચશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી મહાસભાને સંબોધશે અને ત્યારબાદ રાજકોટ જવા રવાના થશે.
સોમનાથમાં PM મોદીનું આજનું શિડ્યુલ
સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે પીએમ મોદી સવારે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર પહોંચશે, જ્યાં તેઓ 35 મિનિટ સુધી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે. ત્યાર બાદ પીએમ મોદી શંખ સર્કલ પહોંચશે અને શૌર્યયાત્રામાં 2 કિલોમીટરનો રોડ શો કરીને સદભાવના ગ્રાઉન્ડ સભા સ્થળે પહોંચશે. શોર્યના પ્રતિક એવા 108 પ્રશિક્ષિત ઘોડાઓ સાથે યોજાનારી આ શોર્યયાત્રા સોમનાથના ઈતિહાસમાં એક યાદગાર અધ્યાય ઉમેરતી ભારતની શૌર્ય, પરંપરા અને સંસ્કૃતિનું ભવ્ય પ્રતીક બની રહેશે.
પીએમ મોદી શૌર્યયાત્રા કરીને સદભાવના મેદાન પહોંચશે. જ્યા એક કલાક સુધી સભાને સંબોધશે. ત્યારબાદ પીએમ મોદી 12.45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. જ્યા મારવાડી યુનિવર્સિટી સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ જવા રવાના થશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી રોડ માર્ગે ગાંધીનગર જશે. જ્યાં મહાત્મા ગાંધી સાંજે 5:15 વાગ્યે મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવા પર પ્રતિબંધ
સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ‘પીએમ મોદીના કાર્યક્રમ માટે જલ, થલ અને નાભા સ્તરે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 20 થી વધુ IPS રેન્કના અધિકારીઓ, વિવિધ નિરીક્ષકો, SI અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
શું છે સોમનાથ સ્વાભિમાન પર્વ?
નોંધનીય છે કે 1026 ઈ.સ.માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર હુમલો કર્યો હતો. આ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરને નષ્ટ કરવાના વારંવાર પ્રયાસો છતાં, તે હજુ પણ આસ્થાના પ્રતીક તરીકે ઊભું છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે.
