લાલપુરના ઝાખર ગામના પાટિયા પાસેથી બાઇકની ચોરી કરનાર તસ્કરની ધરપકડ કરવામાં આવી હતી

અપડેટ કરેલ: 16મી જૂન, 2024

લાલપુરના ઝાખર ગામના પાટિયા પાસેથી બાઇકની ચોરી કરનાર તસ્કરની ધરપકડ કરવામાં આવી હતી

છબી સ્ત્રોત: ફ્રીપિક

જામનગર નજીકના લાલપુર ગામના ઝાખર ગામના પાટિયા પાસેથી તાજેતરમાં એક બાઇકની ચોરી થઈ હતી, વાહનની ચોરી કરનાર તસ્કર ઝડપાઈ ગયો છે, અને ચોરીનું વાહન કબજે કરવામાં આવ્યું છે.

જામનગર નજીકના લાલપુર તાલુકાના જાખર ગામના પાટિયા પાસેથી તાજેતરમાં એક બાઇકની ચોરી થયાની ફરિયાદ મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને પડાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ ગોઠવી ઉપરોક્ત બાઇકની ચોરી કરનાર ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના હારૂન સાલેમહમદ સુંબણીયા નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી જી.જે.10-એ. a 4201 નંબરની મોટર સાયકલ કબજે કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here