Gujarat : પ્લાન્ટ નંબર A-1, A-2 અને એક બોઈલરમાં બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જોરદાર અવાજ સાથે બોઈલર ફાટ્યું અને આગ સ્ટોરેજ ટેન્કરમાં પણ ફેલાઈ ગઈ. વિસ્ફોટ બાદ સાયરન વાગી હતી.
Gujarat ના વડોદરામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરીમાં આજે આગ લાગી હતી. પ્લાન્ટ નંબર A-1, A-2 અને એક બોઈલરમાં બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જોરદાર અવાજ સાથે બોઈલર ફાટ્યું અને આગ સ્ટોરેજ ટેન્કરમાં પણ ફેલાઈ ગઈ. વિસ્ફોટ બાદ સાયરન વાગી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ ગંભીર ઈજાઓ કે જાનહાનિના કોઈ અહેવાલ નથી.
વિઝ્યુઅલ્સમાં રિફાઇનરીમાંથી ધુમાડો નીકળતો દેખાય છે અને વિસ્ફોટ 8 કિમીની ત્રિજ્યામાં સંભળાયો હતો. વિસ્ફોટથી ઘરો હચમચી જતાં સ્થાનિક લોકો નજીકની ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ડીસીપી (ટ્રાફિક) જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, “બચાવ કામગીરી ચાલુ છે. વસ્તુઓ ધીમે ધીમે સ્પષ્ટ થશે.” બ્લાસ્ટ બાદ રિફાઈનરીમાં હાજર કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા
ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોઈ મૃત્યુ નોંધાયું નથી જોકે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં વાર્ષિક 13.7 મિલિયન મેટ્રિક ટન ઈન્ટીગ્રેટેડ રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ચલાવે છે.