Gold Silver Price : અખાત્રીજ પર સોનામાં કડાકો, ચાંદી પણ 2000 સસ્તી થઇ. : અખાત્રીજ પર સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. આમ એક દિવસમાં સોનું 31 ટકા અને ચાંદી 13 ટકા મોંઘી થઇ છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ .
Gold Silver Price : અખાત્રીજ પર સોના ચાંદી સસ્તા થયા છે. વૈશ્વિક બજાર અને સ્થાનિક વાયદા બજારમાં ભાવ ઘટવાથી હાજર બજારમાં પણ સોના ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે. અખાત્રીજ પર સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં 1000 અને ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો છે.
Gold Price On Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર સોનું સસ્તું થયું
અખાત્રીજ પર લોકોને સસ્તુ સોનું ખરીદવાની તક મળે છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 98000 રૂપિયા થયો છે. જ્યારે તેના આગલા દિવસે સોનાનો ભાવ 99000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો 97700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
Silver Price Today : ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો
અખાત્રીજ પર સોના જેમ ચાંદીમાં પણ કડાકો બોલાયો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 96000 રૂપિયા થઇ હતી. તો રુપું ચાંદીનો ભાવ 95800 રૂપિયા પ્રતિ 1 કિલો થયો હતો.
અખાત્રીજ પર સોનું ખરીદનારને જબરદસ્ત વળતર
અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે. સોના ચાંદીના ભાવા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. તાજેતરમાં સોના અને ચાંદીના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી કુદાવી ગયા હતા. જો કે વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઐતિહાસિક ઉંચા ભાવે માંગ ઘટવાથી સોના ચાંદીની કિંમત ઘટી છે.
2024ની અખાત્રીજ પર સોનાનો ભાવ 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 85000 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. આમ એક વર્ષમાં સોનું 23000 રૂપિયા મોંઘું થયું છે. તો ચાંદીની કિંમત 11000 રૂપિયા વધી છે.