Sunday, July 7, 2024
31 C
Surat
31 C
Surat
Sunday, July 7, 2024

 સુરત : તાંત્રિક ભુવાના રિમાન્ડ પુરા, મોકલાયો લાજપોર જેલ ..

Must read

સરથાણા પોલીસ તાંત્રિક ભુવા પાસે વિમાન દરમિયાન કોઈ રોકડ રિકવર કરી શકી નથી

સરથાના ની પરનીતાને તાંત્રિક વિધિના બાને રૂપિયા ૧૪ લાખ પડાવી લેનાર તાંત્રિક ભુવા ની સરથાણા પોલીસે ધરપકડ કર્યા બાદ મેળવેલા એક દિવસના રિમાન્ડ પુરા થતા અદાલતે તેને લાજપુર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જોકે પોલીસે મેળવેલા એક દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી કિરીટ કોરાટ પાસેથી એક રૂપિયાની પણ રોકડ રકમ રિકવર કરી શકી નથી. આરોપી રોકડ રકમ બાબતે પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે.

        સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,  સરથાણા વિસ્તારમાં રહેતી એક પરિણીતા ના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી જેથી આ આ પ્રમુખ પાર્ક સોસાયટીના મકાન નંબર 283 માં રહેતા અને તાંત્રિક વિદ્યા કરતા કનુભાઈ ઉર્જે કલ્પેશ કોરાટ પાસે ઉપાય માટે ગઈ હતી. કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતો અને તેની પત્ની હેતલ બા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા. આ ફર્નિટાએ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ વિશે જણાવતા કનુ બાપુએ તેમને ડર મંગળવારે મંદિરે દર્શન કરવા આવવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ આ પરનીતા દર મંગળવારે મંદિરે દર્શન કરવા જતી હતી ત્યારે કલ્પેશ બાપુ એ મંદિર ના મઠ નો દરવાજો અંદરથી બંધ કરીને તાંત્રિક વિધિના બહાને પરનીતાના કપડા ઉતારીને બળાત્કાર કર્યો હતો. સરથાણા પોલીસે કલ્પેશ બાપુની ધરપકડ કરી એક દિવસના રિમાન મેળવ્યા હતા. આ રિમાનપુરા થતા તેને અદાલતે લાજપુર જેલમાં મોકલી આપ્યો હતો. જોકે આ બળાત્કારની ઘટનામાં કલ્પેશ બાપુ નામના તાંત્રિક ની  પત્ની હેતલ બા ની ધરપકડ કરવાની હજુ પણ બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article