નવા વાયરસની ટેસ્ટ કીટ તમામ હોસ્પિટલોને બે-ત્રણ દિવસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ આરોગ્ય મંત્રી

Date:


HMPV વાયરસ ટેસ્ટ કીટ: ભારતમાં ચાઈનીઝ વાયરસ દેખાતા દેશવાસીઓની ચિંતાથી સરકાર સતત જાગૃત છે. આજે વડોદરાની એક દિવસની મુલાકાતે સરકારી હોસ્પિટલ પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર્દીને નવા વાયરસના લક્ષણો મુજબ સારવાર આપવામાં આવશે. આ રોગ માટે ટેસ્ટ કીટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બે-ત્રણ દિવસમાં તે દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ જશે. કિટ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

દેશમાં નોંધાયેલા પ્રથમ કેસ વિશે વધુ માહિતી ન હોવાથી, ઋષિકેશ પટેલે આ વિશે કંઈપણ કહેવાનો ઇનકાર કરતા વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગે આ રોગમાં પણ કોવિડના પ્રોટોકોલ મુજબના લક્ષણો સમાન હોય છે. જેમ કે, શરદી, તાવ, ઉધરસ અને ગળામાં દુખાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related