ગાંધીનગર: મહાકુંભ 2025 માટે ફ્રી વોટર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે

Date:

અમદાવાદઃ આગામી દિવસોમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાશે. જેને લઈને હાલ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના સ્થાપક સુધાંશુ મહેતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે આજે ‘મહાકુંભ-2025’ માટે ‘ફ્રી વોટર એમ્બ્યુલન્સ’ને લીલી ઝંડી આપી હતી. સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત વોટર એમ્બ્યુલન્સ પ્રયાગરાજ ખાતે આગામી મહાકુંભ-2025માં આવનારા શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થશે.

મહાકુંભ-2025 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. આજે ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ, ભાજપ ગુજરાત અને કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી, ભારત સરકારના હસ્તે ફ્રી વોટર એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરી. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, શહેર પ્રમુખ રૂચિરાભાઈ ભટ્ટ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભ મેળામાં દેશ-વિદેશમાંથી કરોડો લોકો આવે છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે અને આ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે કુંભ મેળામાં 10 કરોડ ભક્તો આવવાનો અંદાજ છે. દર 12 વર્ષમાં એકવાર મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ વખતે વર્ષ 2025 માં, 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી શરૂ થયેલો આ મેળો 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી વ્રત સુધી ચાલશે. મહાકુંભ મેળો પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના કિનારે યોજાશે. અગાઉ વર્ષ 2013માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો હતો.

The post ગાંધીનગરઃ મહાકુંભ 2025 માટે ફ્રી વોટર એમ્બ્યુલન્સ શરૂ appeared first on Revoi.in.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related