નિર્મલ ગાલા, વરિષ્ઠ નિર્માતા અને ‘પ્રાઈમ ફોક્સ’ના ડીઆઈ હેડ એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે

નિર્મલ ગાલા, વરિષ્ઠ નિર્માતા અને ‘પ્રાઈમ ફોક્સ’ના ડીઆઈ હેડ એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ના વિદ્યાર્થીઓને અત્યંત અનુભવી અને આદરણીય પોસ્ટ-પ્રોડક્શન નિષ્ણાત નિર્મલ ગાલા સાથે વાર્તાલાપ કરવાની તક મળી. તે મુંબઈ સ્થિત પોસ્ટ પ્રોડક્શન હાઉસ ‘પ્રાઈમ ફોક્સ’માં વરિષ્ઠ નિર્માતા છે.

નિર્મલ ગાલા, વરિષ્ઠ નિર્માતા અને ‘પ્રાઈમ ફોક્સ’ના ડીઆઈ હેડ એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે

તેમણે આજના સત્રમાં વિદ્યાર્થીઓ સાથે બોલિવૂડ અને હોલીવુડ ફિલ્મોના પોસ્ટ પ્રોડક્શનના વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી. ઉપરાંત, ડિજિટલ ઇન્ટરમીડિયેટ (DI) ફિલ્મોમાં કેવી રીતે કામ કરે છે. વિદ્યાર્થીઓને પોસ્ટ-પ્રોડક્શન, કલર ગ્રેડિંગ અને VFXના બે મહત્વના મુદ્દાઓનો ઉપયોગ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવવામાં આવી હતી. આ સાથે તેઓ દ્વારા અલગ-અલગ ફિલ્મોમાં કરેલા કાર્યોને પણ વિડિયો ક્લિપ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપતા ગાલાએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં કામ કરવા માટે ઘણી મહેનત અને ધીરજની જરૂર પડે છે. તેમણે કલર ગ્રેડિંગ, VFX સોફ્ટવેરની ટેકનિકલ માહિતી અને જ્ઞાન પણ આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાલાને આ ક્ષેત્રમાં 15 વર્ષનો અનુભવ છે અને તેણે વિશાળ ટીમ સાથે બોલિવૂડ – હોલીવુડની ઘણી પ્રખ્યાત ફિલ્મો માટે કામ કર્યું છે. તેમણે આ તબક્કે તેમની ટીમ કેવી રીતે સંપાદનથી માંડીને ફિલ્મોના વિતરણ સુધી કામ કરે છે તેની સમગ્ર રૂપરેખા પણ સમજાવી અને વિદ્યાર્થીઓ સાથે તેમની કારકિર્દીની સફરની વિગતો પણ શેર કરી – કમ્પ્યુટર શિક્ષક બનવાથી લઈને એશિયાની સૌથી મોટી કંપનીઓમાંની એકમાં સિનિયર એક્ઝિક્યુટિવ બનવા સુધી.

NIMCJ ના વિદ્યાર્થીઓ માટે આ સંવાદ ખૂબ જ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક હતો. આ પ્રસંગે પ્રોફેસર કૌશલ ઉપાધ્યાય, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The post ‘પ્રાઈમ ફોક્સ’ વરિષ્ઠ નિર્માતા અને ડીઆઈ હેડ નિર્મલ ગાલાએ NIMCJ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો appeared first on Revoi.in.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]