4
લાઠી શાખપુર વિલેજ શાળાની સ્થિતિ: અમરેલીના લાઠી તાલુકાના શાખપુર ગામની કુમારશાળા જર્જરિત હાલતમાં છે. શાળાના ઓરડામાં તિરાડ પડી ગઈ છે. શાળામાં 168 બાળકો શિક્ષણ મેળવી રહ્યા હોવાનું જાણવા મળે છે. શાળા જર્જરિત હોવા અંગે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. આ સમગ્ર મામલે છેલ્લા પાંચ માસથી ગ્રામજનો અને સરપંચ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી.