Friday, December 27, 2024
Friday, December 27, 2024
Home Gujarat ઓએનજીસીમાં નોકરી આપવાના વચન સાથે 48.30 લાખની છેતરપિંડી

ઓએનજીસીમાં નોકરી આપવાના વચન સાથે 48.30 લાખની છેતરપિંડી

by PratapDarpan
10 views

ઓએનજીસીમાં નોકરી આપવાના વચન સાથે 48.30 લાખની છેતરપિંડી

-અમદાવાદની બે મહિલા સહિત ત્રણ સામે ગુનો

– સુરેન્દ્રનગરના નિવૃત પોલીસકર્મીના પુત્ર, જમાઈ, સગા સહિત પાંચ શખ્સો ભોગ બન્યા : બોગસ કોલ લેટર, ખોટા મેરિટ લિસ્ટ, કંપનીના ખોટા સિક્કા સહિતના દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી, એકની ધરપકડ.

સુરેન્દ્રનગર: ઓએનજીસી કંપનીમાં નોકરી આપવાના વાયદા પર ખોટા કોલ લેટર અને ખોટા મેરિટ લિસ્ટ સહિતના દસ્તાવેજો પર સહીઓ કરાવીને અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 48.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરના નિવૃત પોલીસ અધિકારીના પુત્ર, જમાઈ, સગા સહિત પાંચ વ્યક્તિઓ લૂંટનો ભોગ બન્યા હતા. આ સંદર્ભે શહેરની એ-ડિવિઝન પોલીસે અમદાવાદની બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો.

You may also like

Leave a Comment