9
સુરત નેચર પાર્ક : સુરતમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી પડવા લાગી છે. જેના કારણે નગરપાલિકાના સરથાણા નેચર પાર્કમાં પશુઓને રાત્રિની ઠંડીથી બચાવવા માટે હીટર મુકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ઠંડી વધશે ત્યારે પક્ષીઓના પાંજરામાં અને જ્યાં હરણ વસવાટ કરે છે તેમાં દીવા કરવામાં આવશે.
પાલિકાના શ્યામાપ્રસાદ મુખર્જી ઝુલોજિકલ ગાર્ડનમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.