સુરતમાં બુટલેગરો અને વોન્ટેડ તત્વો સામે 100 પોલીસકર્મીઓએ 1600 ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

0
12
સુરતમાં બુટલેગરો અને વોન્ટેડ તત્વો સામે 100 પોલીસકર્મીઓએ 1600 ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

સુરતમાં બુટલેગરો અને વોન્ટેડ તત્વો સામે 100 પોલીસકર્મીઓએ 1600 ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

સુરતમાં સર્ચ ઓપરેશન: પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને અસામાજિક પ્રવૃતિઓ-ગુનાહિતતાને ડામવા માટે સર્ચ ઓપરેશનના આદેશ આપ્યા છે. જેમાં એકલા ભેસ્તાન વિસ્તારમાં 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સવારે 2 થી 5 વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં 50 હિસ્ટ્રીશીટર લોકોની યાદી સાથે 1600થી વધુ મકાનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 4 નાઈટ વિઝન ડ્રોનની મદદથી પણ આ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here