ઉધના રેલ્વે સ્ટેશન પર મોટી ભીડ ઉમટી : દિવાળીના તહેવારોમાં સુરતના રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. હવે દિવાળી બાદ પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. છઠ પૂજા નિમિત્તે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર 12 કલાકથી વતન જવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. ટ્રેનમાં ચઢવા માટે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગે છે. છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે ભીડ ઉમટી રહી છે. આ રાજ્યોમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ છે.