જામનગરમાં આગની ઘટના : જામનગરના પટણી વાડ વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ગત રાત્રે 10.20 કલાકે અરસામાં સલીમભાઈ કુરેશી નામના રહીશના બંધ મકાનમાં આગ લાગી હતી.
ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર બ્રાન્ચની ટીમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સમયે આસપાસના નાગરિકો એકત્ર થઈ ગયા હતા અને રૂમની બારીમાંથી પાણીની નળી વગેરે વડે પાણી ફેંકી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પણ દરવાજો તોડીને સ્થાનિકોની મદદથી આગને કાબૂમાં લીધી હતી. જેથી આગ વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. ઘરના માલિક સલીમભાઈ કુરેશી બહારગામ ગયા હતા, બાદમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને તેના રૂમમાં રહેલો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ આગ કાબૂમાં આવી જતાં સુર્વેએ રાહત અનુભવી હતી.