મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગાવ્યા આરોપ નર્મદામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બીજેપી સાંસદે કહ્યું, ‘ડેડિયાપાડાના ધારાસભ્ય જ જંગલ કાપી રહ્યા છે અને ખેતી કરી રહ્યા છે. રાજકીય નેતા બનીને જંગલની જમીનમાં ઘર બનાવ્યું છે. આ મામલે મારા માટે એકલા બોલવું શક્ય નથી, બધાએ બોલવું પડશે. જો વન વિભાગ કેસ નહીં કરે તો મનસુખ વસાવા ગુનો દાખલ કરશે. ચમારબંધી કરનારથી હું ડરતો નથી.’
વન વિભાગનો હિસાબ: મનસુખ વસાવા
વન મોહોત્સવ કાર્યક્રમમાં ચૈતર વસાવાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે હાજર રહ્યો ન હતો. જે અંગે મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ‘જો કોઈ પ્રજાનો નેતા હોય તો તેણે (ચૈતર વસાવા) હાજર રહેવું જોઈતું હતું.’ આ ઉપરાંત આગામી દિવસોમાં તમામ આગેવાનોની બેઠક યોજવા જિલ્લા પંચાયત પ્રમુખ અને વન અધિકારીઓને પણ સૂચના આપી છે. જેમાં વન વિભાગે કયા કયા કામો થયા છે તેનો હિસાબ આપવો પડશે.
ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને આ કાર્યક્રમમાં નર્મદા વન વિભાગના કોઈ અધિકારી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને ટેલિફોનિક પણ જાણ કરવામાં આવી ન હતી. જનપ્રતિનિધિને પ્રોટોકોલ મુજબ જાણ કરવી જોઈએ, પરંતુ જાણ નહીં. અમે આગામી સમયમાં આ બાબતનો ખુલાસો માંગીશું.’
આ પણ વાંચોઃ ગુજરાત સહિત 27 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચો હવામાન વિભાગના નવીનતમ અપડેટ્સ