– રાજસ્થાનના બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી
– SMCએ 22.96 લાખનો સામાન જપ્ત કરીને 10 સામે કેસ નોંધ્યો
સુરેન્દ્રનગર: ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે પાટડી તાલુકામાંથી પસાર થતા હાઇવે પરથી બે કારમાંથી રૂ.5.85 લાખની કિંમતના ઇંગ્લીશ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.22.96 લાખનો મુદામાલ કબજે કરી 10 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
ગાંધીનગર SMCની ટીમે પાટડી તાલુકામાંથી પસાર થતા હાઇવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દસાડાથી પાટડી તરફ જતા હાઇવે પર આવેલી હોટલ અને પાટડીથી માલવણ ચોકડી તરફ જતા રોડ પર આવેલા પંપમાંથી બે અલગ-અલગ કારમાંથી રૂ.5.85 લાખની કિંમતની અંગ્રેજી શરાબની 2,686 બોટલો સાથે ચાલક ભજનલાલ આસુરામ બિસ્નોઇ રહે. (રહે. રાજસ્થાન) અને ક્લીનર પપ્પુરામ જગારામ ખિલેરી (બિસ્નોઈ) (રહે. રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.
SMCએ દારૂનો જથ્થો, બે કાર, બે મોબાઈલ, રોકડ મળી કુલ રૂ.22.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા શખ્સોની પૂછપરછમાં વધુ આઠ શખ્સોના નામ ખુલ્યા હતા. તો SMCA કારમાં દારૂનો જથ્થો મોકલનાર વસંત રબારી (રહે. દાતા, સાંચોર), અન્ય કારમાં દારૂ મોકલનાર વ્યક્તિ, માલવણ ચોકડી ખાતે દારૂ મંગાવનાર વ્યક્તિ, કાર ભરીને ભાગી જનાર ચાલક દારૂનો, બીજી કારમાંથી નાસી ગયેલો હેલ્પર, બીજી કારમાં દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ અને બંને કારના માલિક. 10 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટડી તાલુકામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી બાબતે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ત્રણથી ચાર વખત દરોડા પાડવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. તેમજ પોલીસની ચાંપતી નજર હેઠળ રાજસ્થાનથી સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવાનું નેટવર્ક હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી માંગ ઉઠી છે.