અમદાવાદ વરસાદ અપડેટ: અમદાવાદ શહેરમાં આજે સવારથી હવામાનમાં ધરખમ પલટો આવતા ભારે વરસાદ શરૂ થયો છે. માત્ર એક કલાકમાં પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારે નોકરીએ જતા લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. મણિનગરમાં છેલ્લા એક કલાકથી સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે એલજી હોસ્પિટલ, રાણીપ અને નવા વાડજની આસપાસના વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/ahmedabad-waterlogging-2026-07-23-11-52-28.jpg)
બીજી તરફ પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા એસજી હાઈવે અને સિંધુબહેન રોડ પર પણ પાણી ફરી વળ્યા છે. માર્ગો પરથી વહેતા વરસાદી પાણીથી નાની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરના મકરબા અને કોર્પોરેટ રોડ પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/ahmedabad-underpass-closed-2026-07-23-11-51-58.jpg)
અમદાવાદ 3 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ અમદાવાદ શહેરમાં વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને અને વાહનચાલકોની સલામતીની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. મકરબા અંડરપાસ, અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ પર ભારે પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ થવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામ સર્જાયો છે. પોલીસ અને મહાનગરપાલિકાની ટીમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/sg-highway-rain-2026-07-23-11-53-24.jpg)
વાસણા બેરેજના 8 દરવાજા ખોલવામાં આવ્યા
ઉપરવાસમાં ભારે પ્રવાહ અને શહેરમાં સતત પડી રહેલા વરસાદને કારણે સાબરમતી નદીનું સ્તર સતત વધી રહ્યું છે. નદીના જળસ્તરને નિયંત્રણમાં લેવા પૂર નિયંત્રણ વિભાગે વાસણા બેરેજના 8 દરવાજા ખોલી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે.
📢 #અપડેટ
👉 આજે સવારે 11 વાગ્યે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં 21,640 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું 🌨️
👉 વાસણા બેરેજના કુલ 8 દરવાજા ખોલવામાં આવ્યા.#AhmedabadRain#RainUpdate#SabarmatiRiverpic.twitter.com/Csjr45qfZE
— માહિતી અમદાવાદ GoG (@infoahdgog) જુલાઈ 23, 2026
તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/ahmedabad-waterlogging-2026-07-23-11-52-28.jpg?w=1155&resize=1155,770&ssl=1)
