રથયાત્રા 2026: રથયાત્રા અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભગવાનના સુવર્ણ સ્વરૂપના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

રથયાત્રા 2026: રથયાત્રા અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભગવાનના સુવર્ણ સ્વરૂપના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

રથયાત્રા 2026 અમદાવાદ જગન્નાથ મંદિર : અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે વિશ્વના નાથ ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ જશે. આગલા દિવસે, વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જેમાં નેત્રોત્સવ બાદ અષાઢ સુદ એકમ તિથિએ ભગવાનને સુવર્ણથી શણગારવામાં આવે છે. આખા વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળતા ભગવાન જગન્નાથના આ દિવ્ય અલૌકિક સ્વરૂપના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર જમાલપુર મંદિરે ઉમટી પડ્યું છે.

રથયાત્રા પહેલા જગન્નાથના સોનાવેશ દર્શન

રથયાત્રાની વિવિધ ધાર્મિક વિધિઓમાંની એક ભગવાનની શોભા છે. અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીને સોનાના વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવે છે. જેમાં સોનાનો મુગટ, હાર, કુંડલ, કમરપટ્ટી સહિત વિવિધ કિંમતી સોનાના ઘરેણા પહેરવામાં આવે છે. ભગવાન જગન્નાથના સોનાવેશ સ્વરૂપને અખૂટ દૈવી વૈભવ અને ભવ્યતાનું પ્રતિક માનવામાં આવે છે.

રથયાત્રા પૂર્વે ભગવાનના સોનાવેશ સ્વરૂપના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. જય જગન્નાથના નાદથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રથયાત્રા 2026: રથયાત્રા અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભગવાનના સુવર્ણ સ્વરૂપના દર્શન કરવા ભક્તો ઉમટ્યા
રથયાત્રા અમદાવાદ 2026: અમદાવાદમાં 149મી રથયાત્રા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફોટોગ્રાફ: (અમદાવાદ પોલીસ/એક્સ)

અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી? રસપ્રદ ઇતિહાસ જાણો

અમદાવાદની રથયાત્રા ધાર્મિક, સામાજિક અને સાંપ્રદાયિક એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પુરીની જગન્નાથ રથયાત્રા પછી, ભારતની સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં નીકળે છે, જેમાં ગજરાજો, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને અખાડા કુસ્તીબાજો આકર્ષણના કેન્દ્ર તરીકે વિવિધ સ્ટંટ કરે છે. શું તમે જાણો છો કે અમદાવાદમાં પહેલી રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? ભારતની સૌથી લાંબી રથયાત્રા ક્યાં યોજાય છે? વધુ વાંચો

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]