ગારીયાધાર શહેરની મુખ્ય બજારમાં સફાઈના અભાવે ગંદકીના થર જામ્યા છે ગારીયાધાર શહેરની મુખ્ય બજારમાં સફાઈના અભાવે ગંદકીના થર જામ્યા છે

સ્થાનિક ઓપરેટરોની લુલી કામગીરીથી

દાદમિયાવાડી, સુખનાથ અને વાવ પ્લોટ વિસ્તારમાં પણ નિયમિત સફાઈનો અભાવ

ગારીયાધારછેલ્લા એક માસથી ગારીયાધાર શહેરની મુખ્ય બજારમાં નિયમિત સફાઈના અભાવે ગંદકી થઈ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા ઉપરાંત સ્થાનિક અધિકારીઓની નબળી કામગીરીને કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગારિયાધાર શહેરમાં મુખ્ય બજાર અને વિવિધ રહેણાંક વસાહતોમાં પાલિકાના કર્મચારીઓની નિયમિત સફાઈના અભાવે ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે. અહીના આશ્રમ રોડ પર આવેલ મ્યુનિસિપલ પાર્કિંગમાં છેલ્લા ચાર માસથી સફાઈની કોઈ વ્યવસ્થા વિના સમગ્ર પાર્કિંગમાં કચરાના ઢગલા થઈ ગયા છે. આ ઉપરાંત દાદમિયાવાડી,
સુખનાથ ગાર્ડન, વાવ પ્લોટ અને પબ્લિક કોમન એરિયા સહિત અનેક જગ્યાએ આ સમસ્યા છે. પ્રસ્થાપિત તંત્ર દ્વારા આ બાબતની કાળજી લેવામાં આવતી નથી. જેના કારણે મોટા પાયે ગંદકીના થર જામવા લાગ્યા છે. આ ગંભીર બાબત અંગે સ્થાનિકો દ્વારા રજુઆતો અને ફરિયાદો કરવા છતાં તંત્રના સંચાલકો આંખ આડા કાન કરી રહ્યા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]