By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: VIDEO: એક ઇંચ વરસાદમાં વિકાસ ડૂબી ગયો, સૌથી ઝડપી બનેલ આઇકોનિક રોડ પહેલા ધોવાઇ ગયો
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > VIDEO: એક ઇંચ વરસાદમાં વિકાસ ડૂબી ગયો, સૌથી ઝડપી બનેલ આઇકોનિક રોડ પહેલા ધોવાઇ ગયો
Gujarat

VIDEO: એક ઇંચ વરસાદમાં વિકાસ ડૂબી ગયો, સૌથી ઝડપી બનેલ આઇકોનિક રોડ પહેલા ધોવાઇ ગયો

PratapDarpan
Last updated: 16 July 2024 11:07
PratapDarpan
11 months ago
Share
VIDEO: એક ઇંચ વરસાદમાં વિકાસ ડૂબી ગયો, સૌથી ઝડપી બનેલ આઇકોનિક રોડ પહેલા ધોવાઇ ગયો
SHARE

VIDEO: એક ઇંચ વરસાદમાં વિકાસ ડૂબી ગયો, સૌથી ઝડપી બનેલ આઇકોનિક રોડ પહેલા ધોવાઇ ગયો

અપડેટ કરેલ: 15મી જુલાઈ, 2024

VIDEO: એક ઇંચ વરસાદમાં વિકાસ ડૂબી ગયો, સૌથી ઝડપી બનેલ આઇકોનિક રોડ પહેલા ધોવાઇ ગયો


અમદાવાદ વરસાદ : ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદે સૌને દોડાદોડી કરી દીધી છે, જ્યારે અમદાવાદમાં પણ મેઘરાજા સાંબેલાધાર છલકાયા છે. આજના વરસાદની સૌથી મોટી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 40 દિવસમાં સૌથી ઝડપી ગતિએ બનાવેલ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો આઈકોનિક રોડ નદીમાં ફેરવાઈ ગયો છે. વાઈબ્રન્ટ સમિટ અગાઉ એમસી દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે આશરે રૂ.ના ખર્ચે યોજવામાં આવી હતી. ઇન્દિરાબ્રિજ સર્કલથી તાજ સર્કલ સુધીનો 1.7 કિમીનો આઇકોનિક રોડ 55 કરોડના ખર્ચે માત્ર 40 દિવસમાં બનાવવામાં આવ્યો હતો.

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા

દરમિયાન આજે શહેરભરમાં પડેલા ભારે વરસાદને કારણે વિકાસ રૂંધાઈ ગયો હોય તેવી સ્થિતિ સામે આવી છે. શહેરમાં આજે સવારે એકાએક હવામાનમાં આવેલા પલટાને પગલે ભારે વરસાદ ખાબક્યો હતો, જેમાં માત્ર એક ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારો નદીઓમાં ફેરવાયા હતા. શહેરના અમદુપુરા, બાપુનગર, દરિયાપુર સહિતના વિસ્તારોના રહીશો પણ પાણી ભરાતા વાહન ચાલકો સહિત મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોરે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. ખાસ કરીને શાળામાં રજાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં ભારે વરસાદને કારણે અંડર પાસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અચાનક મેઘરાજા ત્રાટકતા વાહનચાલકો પરેશાન

બપોર બાદ શરૂ થયેલા વરસાદને પગલે શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઈન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ પૂર્વમાં પશ્ચિમ અમદાવાદના આશ્રમ રોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઈન્કમટેક્ષ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે લોકોના વાહનો અટવાયા હતા.

આ પણ વાંચો

• અમદાવાદમાં વરસાદને કારણે વિદ્યાર્થીઓ ફસાયા, અંડરપાસ વિસ્તારોમાં પાણી ભરાયા

• અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, નારોલથી જુહાપુર સુધી જળબંબાકાર

• અંબાલાલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ

• વડોદરા શહેરમાં બપોરથી ભારે વરસાદ શરૂઃ સર્વત્ર પાણી ભરાયા.

• હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત સહિત આ રાજ્યો થશે પાણી-પાણી! મુંબઈમાં રેડ એલર્ટ

You Might Also Like

ગુજરાત, રેકોર્ડ માર્ચમાં ગરમ ​​થશે, 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે, આઇએમડીની મોટી ચેતવણી | ગુજરાતમાં માર્ચમાં આઇએમડી આગાહી રેકોર્ડ તોડવાની ગરમી
60 કોન્ટ્રાક્ટ સફાઈ કામદારોને નોકરીમાંથી કાઢી મૂકતાં સુરેન્દ્રનગર પાલિકામાં રોષ
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવતા 39 કરોડ હાઇડ્રોપોનિક્સ ગાંજાનો
સુરતમાં વિદ્યાર્થીના આત્મહત્યાના કેસ સામે એનએસયુઆઈનો વિરોધ, એજ્યુકેશન માફિયાઓ સામે કાર્યવાહીની માંગણી | સુરાટ એનએસયુઆઈમાં વિદ્યાર્થી સ્વ -અવતાર કેસ, શિક્ષણ માફિયા વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરે છે
વડોદરાના રણોલી યાર્ડમાં ઉતારતી વખતે ટ્રકમાં આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી.
Share This Article
Facebook Email Print
Previous Article Hina Khan resumes shooting after first chemotherapy Hina Khan resumes shooting after first chemotherapy
Next Article Thangalalan first single promo out: Chiyaan Vikram dances his heart out to tribal tunes in GV Prakash’s Minikki Minikki Thangalalan first single promo out: Chiyaan Vikram dances his heart out to tribal tunes in GV Prakash’s Minikki Minikki
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up