![]()
નાગરિકો ઘરે બેઠા લાયસન્સ અને વાહનને લગતી ઓનલાઈન ફેસલેસ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. દરજીપુરા આરટીઓ કચેરીમાં છેલ્લા એક વર્ષમાં 1.38 લાખથી વધુ ફેસલેસ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. ડીજીટલ સિસ્ટમથી આરટીઓ કચેરીના કામનું ભારણ ઘટ્યું છે. તેમજ ભીડ પણ ઘટી છે.
ગત નાણાકીય વર્ષ 1 એપ્રિલ, 2025 થી 31 માર્ચ, 2026 દરમિયાન, લાયસન્સ અને વાહન સંબંધિત 1,38,072 ફેસલેસ અરજીઓ ઓનલાઈન કરવામાં આવી હતી, જેમાંથી 1,31,804 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાં 78,784 લાયસન્સ સંબંધિત અરજીઓનો સમાવેશ થાય છે, જ્યારે 53,020 વાહન સંબંધિત અરજીઓનો સમાવેશ થાય છે.
અગાઉ અરજદારોને સર્વર ડાઉન, ટેકનિકલ ક્ષતિ કે વીજ કરંટના કારણે વારંવાર આરટીઓ કચેરીના ચક્કર મારવા પડતા હતા, પરંતુ ફેસલેસ સિસ્ટમથી આ સમસ્યાઓમાં ઘટાડો થયો છે.
આ ઉપરાંત, વર્ષ દરમિયાન કુલ 1,53,599 વાહનો નોંધાયા છે, જેમાંથી 9,188 ઇલેક્ટ્રિક વાહનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની દરજીપુરા આરટીઓ કચેરીમાં એક જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી ટેક્નિકલ કારણોસર દૂર દૂરથી આવતા અરજદારોને ટેસ્ટ આપવા માટે ધક્કા ખાવા પડે છે. વેસ્ટ વિસ્ટામાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સુવિધા હોય તો ઘણી રાહત થાય.
લાઇસન્સ અરજીઓ
લર્નિંગ લાયસન્સ – 6914
ડુપ્લિકેટ લાઇસન્સ – 3652
રિન્યુઅલ લાઇસન્સ- 40867
નામ / સરનામું સુધારણા – 15404
આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ – 3076
અન્ય-8871
કુલ અરજી/મંજૂર: 81080/78784
વાહન સંબંધિત અરજીઓ
ડુપ્લિકેટ આરસી બુક-2155
માલિકીનું ટ્રાન્સફર- 16618
લોનનો બોજ દૂર કરવો- 17689
નવી પરમિટ – 2290
સ્પેશિયલ પરમિટ-6170
અન્ય- 8098
કુલ અરજીઓ / મંજૂર: 56,892 / 53,020
ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી
મોટરસાયકલ/સ્કૂટર – 6827
મોટરકાર-902
ખાનગી સેવા વાહન-1113
થ્રી વ્હીલર (પેસેન્જર) – 86
થ્રી વ્હીલર (કાર્ગો)-157
અન્ય – 103
કુલ ઇલેક્ટ્રિક વાહન નોંધણી – 9188
નવા વાહનોની નોંધણી
ટુ વ્હીલર -102829
મોટરકાર – 31296
થ્રી વ્હીલર (પેસેન્જર) – 5038
કન્સાઇનર – 5254
મોટર કેબ (ટેક્સી) – 1319
બસ – 370
ડમ્પર – 127
અન્ય- 7366
કુલ વાહન નોંધણી – 153599