![]()
સુરતમાં ફ્લોર વચ્ચે લિફ્ટ ફસાઈ ગઈ: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા અસવારવાડ કોમ્પ્લેક્સમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટમાં મહિલાઓ અને બાળકો સહિત 11 લોકો ફસાઈ ગયા હતા. અંધકાર અને ગભરાટ વચ્ચે લોકોએ બૂમો પાડી હતી પરંતુ ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
લિફ્ટ અધવચ્ચે અટકી જતાં શ્વાસ રૂંધાઈ ગયો
મળતી માહિતી મુજબ અસારવાડ કોમ્પ્લેક્ષમાં 11 લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ કે કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ વચ્ચે બંધ હતી. લિફ્ટની અંદર 2 બાળકો હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડતાં કોમ્પ્લેક્ષના અન્ય લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક વેસુ ફાયર સ્ટેશનને જાણ કરી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં પતિ-પત્નીના ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો, પત્નીએ પતિની હત્યા કરી
ફાયર વિભાગનું સફળ રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર વિભાગનો કાફલો આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરના જવાનોએ કાળજીપૂર્વક કટર અને અન્ય સાધનોની મદદથી લિફ્ટના દરવાજા ખોલ્યા હતા. લગભગ અડધા કલાકની જહેમત બાદ અંદર ફસાયેલા બે બાળકો સહિત તમામ 11 સભ્યોને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી. પ્રાથમિક તપાસ સૂચવે છે કે લિફ્ટ ઓવરલોડ હોવાને કારણે અથવા જાળવણીના અભાવે યાંત્રિક ખામી સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત કે ઈજા થઈ નથી.
