![]()
વડોદરાવાપીથી ટ્રેનમાં નડિયાદ જઈ રહેલા એક વેપારીને રેલ્વે પોલીસે દારૂ સાથે પકડી પાડ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.56 લાખનો દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન ગઈ કાલે સાંજે સાડા આઠ વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ-2 પર ઊભી હતી. ટ્રેનના સી-1 કોચના દરવાજા પાસે એક વ્યક્તિ ભારે ટ્રોલી બેગ લઈને ઉભો હતો. રેલવે પોલીસને શંકા જતાં તેની પૂછપરછ કરતાં તેણે કોથળામાં દારૂ હોવાની કબૂલાત કરી હતી. તેને એલસીબી બોલાવી ઓફિસે લાવતા તેનું નામ હિતેન નરેન્દ્રભાઈ ગાંધી, ઉંમર 46 (રહે. જલારામ વાટીકા, રામોલ, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું. તેનો મુખ્ય વ્યવસાય કેટરિંગ છે. પોલીસે તપાસ કરતાં કોથળામાંથી દારૂની 480 બોટલો મળી આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે વાપીમાં રહેતા લખન નામના વ્યક્તિ પાસેથી દારૂ લીધો હતો અને નડિયાદમાં રહેતા કુલદીપને આપવા જતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.