![]()
પશ્ચિમ રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગેરતપુર-અમદાવાદ સેક્શનમાં પ્રીકાસ્ટ પોર્ટલ બીમ લગાવવા માટે 19 એપ્રિલે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આથી વડોદરા સેક્શનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો કેન્સલ અથવા મોડી પડશે.
વટવા-વડોદરા વચ્ચે ચાલતી મેમુથા જામનગર-વડોદરા ઇન્ટરસિટી 19 એપ્રિલે રદ થશે. ઉપરાંત વડોદરા-જામનગર ઇન્ટરસિટી 18 એપ્રિલે રદ થશે. 19 એપ્રિલે વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ થશે.
વટવા સ્ટેશન પર સમાપ્ત થતી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ વટવા-ગાંધીનગર કેપિટલ વચ્ચે રદ કરવામાં આવશે. ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસની ગાંધીનગર કેપિટલ-અમદાવાદ વચ્ચે અમદાવાદ સ્ટેશનથી શરૂ થતી સેવા રદ રહેશે.
આ ઉપરાંત વડોદરા સેક્શનમાં રેગ્યુલેટેડ આસનસોલ-અમદાવાદ એક્સપ્રેસ અને હાવડા-અમદાવાદ એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ મોડી દોડશે. તેવી જ રીતે સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ વડોદરા વિભાગમાં 45 મિનિટના વિલંબ સાથે દોડશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/02/dixa-mahotsav-sarangpur-2026-03-02-15-01-01.jpg?w=100&resize=100,100&ssl=1)