નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં ઈંધણના ડેપોમાં લાગેલી આગમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક અધિકારીનું મોત થયું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.આ ઘટના ભારત-બાંગ્લાદેશ સરહદ પર હિંગલગંજમાં બાંકડા બોર્ડર આઉટ પોસ્ટ (BOP) પર બની હતી. આ પોસ્ટ બીએસએફની 77મી બટાલિયનનો ભાગ છે.આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) જગી રામ વિસ્ફોટના કારણે મોટા પાયે આગ લાગવાથી ઈંધણના ડમ્પમાં ફસાઈ ગયા, પરિણામે તેમનું મૃત્યુ થયું. ડેપોનો ઉપયોગ સુંદરવનના નદીના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી BSF બોટને બળતણ આપવા માટે કરવામાં આવતો હતો.અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.જગીરામ 1990માં ફોર્સમાં જોડાયા હતા.અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને બીએસએફના અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.