જામનગરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના સીસીટીવીમાં ગેરરીતિના ચાર કેસ જોવા મળ્યા હતા. જામનગરમાં 10 અને 12ની પરીક્ષાના CCTV ફૂટેજમાં ગેરરીતિના 4 કેસ બહાર આવ્યા

જામનગરમાં તાજેતરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં ચાર વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બોર્ડને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.

તાજેતરમાં જામનગર સહિત રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. બંનેમાંથી બે કોપીકેસ મળી આવ્યા હતા. બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાથી સજ્જ કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ દરમિયાન ગેરરીતિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જામનગરમાં ધો.10માં 2 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 કેસ મળી કુલ 4 કેસ નોંધાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બોર્ડને રિપોર્ટ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ચારેય પરીક્ષામાં રૂમાલ, દુપટ્ટા અને અન્ય પ્રકારની કાપલીની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે.

જોકે આ ચારેય કેસની સુનાવણી પરીક્ષા સમિતિ સમક્ષ થશે. આથી આખરી નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવશે. સુનાવણી સ્થાનિક અધિકારીઓ, પરીક્ષાર્થીઓ અને સમિતિના સભ્યોની હાજરીમાં થશે. ત્યારે જામનગર ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ચોરીના ચાર કેસમાં પરીક્ષા સમિતિનો આખરી નિર્ણય શું છે તે અંગે મીટીંગ ચાલી રહી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]