દારૂના ગુનામાં વોન્ટેડ સપ્લાયરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દારૂના કેસમાં વોન્ટેડ સપ્લાયરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

વડોદરા કોર્ટ : અકોટા પોલીસ સ્ટેશન, વડોદરા ખાતે નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં અરજદાર રાજેશ બ્રહ્મપ્રસાદ યાદવ (અવસ્થા. તુલસીભાઈ ચાલ, સલાટવાડા)ની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

આરોપી રાહુલ રાજુભાઈ જોષી અને હેમંત જયંતિભાઈ પટેલે રાજેશ યાદવ પાસેથી દારૂનો મોટો જથ્થો મેળવી ઘરમાં સંગ્રહ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન દારૂની 84 પેટીઓમાંથી રૂ.13,17,600ની કિંમતની 1548 બોટલો જપ્ત કરવામાં આવી હતી.

સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ફરિયાદમાં અરજદારનું નામ શરૂઆતથી જ સામેલ હતું અને તેની પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

તપાસ દરમિયાન રાહુલ અને રાજેશ વચ્ચે દારૂના કારોબારને લગતા વ્યવહારો અને વાતચીતના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત રાજેશની પત્ની અનિતાના બેંક ખાતામાં પણ આ વ્યવહારો થયા છે.

કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોઈ શકે છે, દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને વેચવાનો હતો તેની તપાસ બાકી છે, અન્ય આરોપીઓની પણ તપાસ કરવાની જરૂર છે, અરજદાર 11 ફેબ્રુઆરીએ ગુનો નોંધવામાં આવ્યો ત્યારથી ફરાર છે, આરોપ ગંભીર છે અને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાજેશ યાદવની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]