![]()
ચકચારી ઘટના હળવદના સુંદરગઢ ગામ પાસે
મહિલાના મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, મોરબી લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી
સૌમ્ય
– હળવદના સુંદરગઢ પાસે આવેલા બ્રાહ્મણી-2 ડેમમાંથી 40 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી છે. ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલા બ્રહ્માણી-2 ડેમમાં એક અજાણી મહિલાની લાશ તરતી હોવાની બાતમી મળતાં સ્થાનિકોમાં હોબાળો મચી ગયો હતો. આશરે 40 વર્ષની મહિલાની લાશ જોઈને લોકોએ પોલીસ અને ફાયર ફાઈટરને જાણ કરી હતી. પોલીસ કાફલો અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ડેમમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. મૃતદેહને વધુ તપાસ અને ફોરેન્સિક પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ મૃત્યુ આકસ્મિક છે, આત્મહત્યા કે હત્યા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.