હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા 2 યુવાન મજૂરો ડૂબી ગયા, શોધખોળ ચાલુ હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા બે મજૂરોના ડૂબી જવાથી શોધખોળ ચાલુ

હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા 2 યુવાન મજૂરો ડૂબી ગયા, શોધખોળ ચાલુ હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા બે મજૂરોના ડૂબી જવાથી શોધખોળ ચાલુ

હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા 2 યુવાન મજૂરો ડૂબી ગયા, શોધખોળ ચાલુ હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા બે મજૂરોના ડૂબી જવાથી શોધખોળ ચાલુ

અન્ય એક યુવક પણ તેના મિત્રને બચાવવા જતાં ડૂબી ગયો હતો

ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ મોડી સાંજ સુધી શોધખોળ કરી હતી પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

સૌમ્યહળવદના મોરબી-માળીયા ચારરસ્તા પાસે આજે વહેલી સવારે નર્મદા શાખા કેનાલમાં એક કરૂણ અકસ્માત સર્જાયો છે. કચ્છ ફૂટબજારમાં મજૂરી કામ કરતા બે પરપ્રાંતિય યુવાનો કેનાલના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની એવા બે મજૂર યુવકો ગુરુવારે સવારે કેનાલમાં ન્હાવા ગયા હતા. દરમિયાન એક યુવક અચાનક પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો. તેને ડૂબતો જોઈને બાજુમાં ઉભેલા તેના મિત્રએ તેને બચાવવા પાણીમાં કૂદી પડ્યો હતો, પરંતુ કમનસીબે પાણીનો વેગ વધુ હોવાથી બંને યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ડૂબી ગયેલા યુવકોની ઉંમર અંદાજે 20 અને 22 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ, 108 અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં બે યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે,
આ લખાય છે ત્યાં સુધી યુવકનો કોઇ પત્તો લાગ્યો નથી. આ બનાવને પગલે કેનાલ કિનારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ બંને યુવકોની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ મોડી સાંજ સુધી બંને યુવકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બનાવને પગલે કેનાલ કિનારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]