અમદાવાદના લાલ દરવાજા પાસે નબીરાઓએ સર્જ્યો અકસ્માત, ભાડાની કારે 3 વાહનોને ટક્કર મારી અમદાવાદ લાલ દરવાજા અકસ્માતમાં ભાડે કાર ચાલકની ધરપકડ

અમદાવાદ લાલ દરવાજા અકસ્માત: અમદાવાદ શહેરના લાલ દરવાજા જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં આજે (13 માર્ચ) નબીરાને ગંભીર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. વાસણ વિસ્તારના રહેવાસી યુવકે કેટલાક મિત્રો સાથે ભાડે કાર લીધી હતી, તે દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને લાલ દરવાજા પાસે 2 થી 3 વાહનોને ટક્કર મારી હતી.

અમદાવાદના લાલ દરવાજા પાસે નબીરાને અકસ્માત સર્જાયો હતો

પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માત સર્જનાર ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ડ્રાઈવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પાલડીમાં દોડતી બસ ‘આગના ગોળા’માં ફેરવાઈ, ડ્રાઈવર-કંડક્ટરની સમયસૂચકતાએ બચાવી અનેક લોકોના જીવ

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ વાહનોને નુકસાન થયું હતું. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને લાયસન્સ વગર યુવકને કાર ભાડે આપનાર એજન્સી સામે શું કાર્યવાહી કરી શકાય.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]