ખેડા જિલ્લાની આંગણવાડી અને આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું ખેડા જિલ્લાની આંગણવાડી અને આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો

0
4

હાઈકોર્ટની મુદ્દત પુરી થવા છતાં પગાર વધારો થયો ન હતો

કલેક્ટર કચેરીએ 16 ફેબ્રુઆરીએ રજૂ થનારા રાજ્યના બજેટમાં પગાર વધારાની જાહેરાતની માંગ કરતી અરજી મોકલી હતી.

નડિયાદ: ખેડા જિલ્લાની આંગણવાડી અને આશા વર્કર બહેનોએ દેશવ્યાપી હડતાળના એલાનને પગલે તેમના પડતર પ્રશ્નો અને પગાર વધારાની માંગણી સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. હાઈકોર્ટના આદેશ છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં ન આવતાં નારાજ બહેનોએ નડિયાદ ખાતે એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

16 ફેબ્રુઆરીએ રજૂ થનારા રાજ્યના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું છે.વિગતો અનુસાર રાજ્યભરની 1,40,000 જેટલી આંગણવાડી અને આશા વર્કર બહેનો લાંબા સમયથી વેતન વધારા માટે લડત ચલાવી રહી છે. આ અંગે ખેડા જિલ્લાની બહેનોએ આક્રમક સૂર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ માસમાં પગાર વધારા અંગે સરકારને 6 મહિનામાં નિર્ણય લેવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે આપેલી આ મુદત આગામી 20મી ફેબ્રુઆરીએ પૂરી થઈ રહી હોવા છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી. મોંઘવારીના આ સમયમાં નજીવા પગારથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હોવાથી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા શ્રમ કાયદાની જોગવાઈઓ સામે વિરોધ દર્શાવતા બહેનોએ સ્પષ્ટ કર્યું કે જો આગામી 20 ફેબ્રુઆરી સુધીમાં પગાર વધારાનો ઉકેલ નહીં આવે તો તેઓ રાજ્યભરની બહેનો સાથે મળીને સમગ્ર કામકાજ બંધ કરી દેશે. આ હડતાલના કારણે જિલ્લાની આંગણવાડીઓની રોજીંદી કામગીરીને અસર થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here