![]()
– સ્ટેટ GST ભાવનગર ડિવિઝનમાં રૂ. 2370 કરોડ રાજ્ય જીએસટી કલેક્શન
– 2024માં GST સંગ્રહમાં વૃદ્ધિ: 2025માં દર મહિને સરેરાશ રૂ. 197.5 કરોડની આવક
ભાવનગર: રાજ્ય જીએસટી વિભાગ ભાવનગર વિભાગે વર્ષ-2024ની સરખામણીમાં વર્ષ-2025ની જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાવ્યો છે. ભાવનગરના રહેવાસીઓએ વર્ષ-2025માં સરકારી તિજોરીમાં કુલ રૂ. 2370 કરોડ ટેક્સના રૂપમાં આપ્યા છે, એટલે કે દર મહિને સરેરાશ રૂ.197.5 કરોડની GST આવક છે. વર્ષ-2024માં રાજ્ય જીએસટી કલેક્શન રૂ. 2252 કરોડ હતું. જેની સરખામણીમાં જીએસટીની આવકમાં વધારો થયો છે.
સ્ટેટ GST વિભાગ ભાવનગરમાં સ્ટેટ GST કલેક્શનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. બોગસ બીલીંગનો ભોગ બનેલા ભાવનગર દ્વારા સરકારી તિજોરીમાં ટેક્સ સ્વરૂપે કરોડો રૂપિયા જમા કરાવ્યા છે. સ્ટેટ GST ભાવનગર વિભાગે 2024 ની સરખામણીમાં 2025 માં GST આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાવ્યો છે. વર્ષ-2024 દરમિયાન, ભાવનગરમાં કુલ રૂ. 2252 કરોડનું રાજ્ય GST કલેક્શન થયું હતું. જે બાદ વર્ષ-2025 દરમિયાન રૂ.118 કરોડના વધારા સાથે કુલ રૂ.2370 કરોડની GST આવક થઈ છે, એટલે કે દર મહિને સરેરાશ રૂ.197.5 કરોડ એકત્ર થયા છે. ગત વર્ષ દરમિયાન એપ્રિલ-2025માં સૌથી વધુ રૂ.263 કરોડ અને ડિસેમ્બર-2025માં સૌથી ઓછું રૂ.163 કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું. જ્યારે વર્ષ-2024માં સૌથી વધુ GST કલેક્શન જાન્યુઆરીમાં રૂ.237 કરોડ અને સૌથી ઓછું સપ્ટેમ્બરમાં રૂ.131 કરોડ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં રાજ્યની જીએસટીની આવક ઘટી છે.વર્ષ-2023માં જીએસટીની આવક રૂ.2280 કરોડ હતી. જે બાદ વર્ષ-2024માં સામાન્ય ઘટાડા સાથે રૂ.2252 કરોડની આવક થઈ હતી.
છેલ્લા 2 વર્ષથી ભાવનગરનું સ્ટેટ GST કલેક્શન
|
માસ |
2024 |
2025 |
|
જાન્યુઆરી |
237 |
218 |
|
ફેબ્રુઆરી |
217 |
220 |
|
માર્ચ |
213 |
228 |
|
એપ્રિલ |
208 |
263 |
|
મે |
171 |
203 |
|
જુન |
190 |
192 |
|
જુલાઈ |
184 |
187 |
|
ઓગસ્ટ |
158 |
186 |
|
સપ્ટેમ્બર |
131 |
169 |
|
ઓક્ટોબર |
174 |
172 |
|
નવેમ્બર |
183 |
170 |
|
ડિસેમ્બર |
186 |
163 |
|
કુલ |
2252 |
2371 |